(1)
લાંબીઆસફરમાંજીંદગીનાઘણારૂપજોયાછે
તમે એકલા શાને રડો છો?સાથીતોઅમેયખોયાછે
આપ કહો છો આમને શું દુઃખ છે! આ તો સદા હસે છે
અરે આપ શું જાણો આ સ્મિતમાં કેટલા દુઃખ વસે છે
મંઝીલ સુધી ના પહોંચ્યા તમે એ વાતથી દુઃખી છો?
અરે ચાલવા મળ્યો રસ્તો તમને એટલા તો સુખી છો
આપને છે ફરીયાદ કે કોઈને તમારા વિશે સૂઝ્યુ નહીં
અરે અમને તો “કેમ છો?” એટલુંય કોઈએ પૂછ્યું નથી
જે નથી થયુ એનો અફસોસ શાને કરો છો
આ જીંદગી જીવવા માટે છે આમ રોજ રોજ શાને મરો છો?
આ દુનિયામાં સંપુર્ણ સુખી તો કોઈ નથી
એક આંખ તો બતાવો મને જે ક્યારેય રોઈ નથી
બસ એટલું જ કહેવુ છે કે જીંદગી ની દરેક ક્ષણ દિલથી માણો
નસીબથી મળી છે જીંદગી તો એને જીવી જાણો.
(2)
કેટલી માદકતા સંતાઇ હતી વરસાદમાં !
મસ્ત થઇ સૃષ્ટિ બધી ઝૂમી ઊઠી વરસાદમાં !
રેઇનકોટ, છત્રીઓ, ગમ શૂઝ, વોટરપ્રૂફ હેટ્સ
માનવીએ કેટલી ભીંતો ચણી વરસાદમાં !
કેટલો ફિક્કો અને નિસ્તેજ છે બીમાર ચાંદ
કેટલી ઝાંખી પડી ગઇ ચાંદની વરસાદમાં !
કોઇ આવે છે ન કોઇ જાય છે સંધ્યા થતાં
કેટલી સૂની પડી ગઇ છે ગલી વરસાદમાં !
એક તું છે કે તને કંઇ પણ નથી થાતી અસર,
ભેટવા દરિયાને ઊછળે છે નદી વરસાદમાં.
લાખ બચવાના કર્યા એણે પ્રયત્નો તે છતાં
છેવટે ‘આદિલ’ હવા પલળી ગઇ વરસાદમાં.
(3)
ખૂબ ક્ડવો જિંદગીનો જામ છે;
ગટગટાવે જાઉં છું આરામ છે .
નાશમાંથી થાય છે સર્જન નવું ;
મોત એ જીવનનું નામ છે .
તું નહીં માણી શકે દિલનું દરદ;
તારે ક્યાં આરંભ કે પરિણામ છે!
દ્વાર તારા હું તજીને જાઉં ક્યાં ?
મારે મન તો એ જ તીરથ ધામ છે.
આછું મલકી લઈ ગયા દિલના કરાર;
કેવું એનું સિધું સાદું કામ છે !
(4)
નજીક આવે છે એ મારી ને અડવા પણ નથી દેતી
મને છંછેડીને પાછી ઝગડવા પણ નથી દેત ી.
કરી વાતો જુદાઈની મને રડમસ કરી મૂકશે
પછી ગમ્મત કરી કહે છે ને રડવા પણ નથી દેતી.
હું એની છેડતી કરનાર પર ગુસ્સો કરું ત્યારે
એ ઝાલી બાવડું રોકે છે લડવા પણ નથી દેતી.
જુદાઈની પળે જળ આંખના ખૂણે તો બાઝે છે
પણ એ આંસુ નયનમાંથી દદડવા પણ નથી દેતી .
ધરી ધીરજ ઘણી તો પણ મને એ મારી ધીરજના
ફળો મીઠા નથી દેતી ને કડવા પણ નથી દેતી.
કહે છે મિત્ર છો મારા તમે સૌથી કરીબી પણ
નથી એ પ્રેમમાં પડતી ને પડવા પણ નથી દેતી.!