(1)અમે રસ લેવા માંડ્યો જે ઘડીથી એક છોરીમાં નથીપડતોહવેઇન્ટરેસ્ટપેટીસમાં કચોરીમાં.પ્રિયે, એવી મને તું પ્રેમરસથી ભરી ભરી લાગી, કદીચટણીપુરી લાગી, કદી પાણીપુરી લાગી.થતી તુજ વાત ને તેમાં ય તારા રૂપની ચર્ચા, જાણે ગરમાગરમ ભજીયા અને હો સાથમાં મરચા.અમારોતેછતાંનાથઈશક્યોમનમેળતારી સાથ, નકામી ગઈ જે રોજેરોજ ખાધી ભેળ તારી સાથ.હવેમનમાંછવાયોએરીતેઆલમ હતાશાનો, હું પેંડા ખાઉં છું તો સ્વાદ આવે છે પતાસાનોઅમેસાથેઅમારી કમનસીબી લઈ મરી જાશું, કફનમાં ફાફડા સાથે જલેબી લઈ મરી જાશું.(2)ધંધો ન કોઇ ગમતો, ના નોકરી ગમે છે,કે જ્યારથી, અમોને એક છોકરી ગમે છેએનો જ એક ચહેરો ઘૂમ્યાં કરે મગજમાંના ઘર મને ગમે છે, ના ઓસરી ગમે છે !ટી શર્ટ, જીન્સ પહેરેલી, બહેનપણીઓ વચ્ચેપંજાબી ડ્રેસ સાદો, ને ઓઢણી ગમે છે.બાબત એ ગૌણ છે કે, એમાં લખેલ શું છે,રાખે ગુલાબ જેમાં, એ ચોપડી ગમે છે.સખીઓની સંગ જ્યારે એ ખાય શીંગ ખારી
ફેંકે છે જે અદાથી, એ ફોતરી ગમે છે