(1)

તમારી મુસકાન અમારી કમજોરી છે

(2)

ઓળંગ્યા સર્વ પહાડ, નદી, દરિયા, વન ને રણ, એક ભીંત તૂટતી નથી તારા વિચારની .....

(3)

હું પવનની લહેર ..!
તુ સુમનની મહેંક ..!
જો કેવા ફેલાયા ઠેરઠેર ..!
આપણે બેઉં જુદા જુદા
તોયે એકના એક …….!

(4)

મનોરંજન કરી લઉં છું,

મનોમંથન કરી લઉં છું,

પ્રસંગોપાત જીવનમાં પરિવર્તન કરી લઉં છું.

(5)

સુરજ થી મોટો છું રજકણ થી નાનો છું ...
બોલું છું બધું પણ થોડો હું છાનો છું ...

(6)

ના કરો અનુમાન, કે મને કોન ગમે છે,
હોઠો પર મારા, કોનુ નામ રમે છે,


ઍ તું જ છે દોસ્ત જેની દોસ્તી અમને ગમી,
બાકી આથમતી સંધ્યા એ સુરજ પણ મારી આગળ નમે છે

(7)

જીવન જેવું જીવું છું, એવું કાગળ પર ઉતારું છું;
ઉતારું છું, પછી થોડું ઘણું એને મઠારું છું.


તફાવત એ જ છે, તારા અને મારા વિષે, જાહિદ!
વિચારીને તું જીવે છે, હું જીવીને વિચારું છું.

- અમૃત ‘ઘાયલ’

(8)

આંસુથી રમવાની ફુર્સત રોજ છે,
આ જખ્મોની વાત? કેવી મોજ છે!

મોકલી આપ મને તારી એ ઉદાસી,
એક વધુ ઉદાસી, ક્યાં નવો બોજ છે?

(9)

જીન્દગી જાણે કૅટલા વણાંક આપે છે !
દરેક વણાંક પર નવા સવાલ આપે છે,


શોધતા રહીયે આપણે જવાબ જીન્દગી ભર,
જવાબ મળે તો જીન્દગી સવાલ બદલી નાંખે છે !

(10)

મારા હાથની હથેળીની રેખાઓ ને જોઇને…
એક જ્યોતીષી એ કહ્યુ હતું કે…


સર્વ સુખ લખાયેલા છે… તારી હથેળી માં ..
છતાં યે…હું… તુજને પામી ના શક્યો…


કદાચ મારો વિરહ લખ્યો હશે તારી હથેળી માં…!!!.

(11)

બંધ આંખે હેતુ વાંચો છો તમે
રેતી દેખી સેતુ બાંધો છો તમે
સાત પગલાં ચાલવા છે એટલે
સાવ ટુંકો પંથ માંગો છો તમે.

(12)

જે તમને ગમે છે એની સામે બને તો ઓછુ બોલો,

કારણકે જે તમારા મૌનને ના સમજી શકે એ તમારા શબ્દોને પણ ક્યારેય નહી.........................


Make a Free Website with Yola.