Untitled Document

(1)

જીવનનાં અટપટાં રસ્તા પર હમસફર મળ્યાં છે ઘણાં,
જીવનભર સાથ આપે એવાં હમદર્દ મળ્યાં છે ઘણાં…

છતાં હજી સુધી એ સમજાયું નથી અમને,
શું કામ આપણો સાથ અધવચ્ચે છોડી દે છે ઘણાં…

છોડી ગયાં આપણને એમની વાતો શું કામ કરવી,
ખુદાની કૃપાથી આ પ્રિય દોસ્તો મળ્યાં છે ઘણાં…

દોસ્તો, એક સવાલ પૂછું તમને ? નથી લાગતું
તમને, કે દિવસો અહીં ઓછાં મળ્યાં છે ઘણાં ??

જુદાઈની આ વેળા છે, સમય વીતાવીએ હસી-ખુશીથી,
એકાંતમાં રડવાનાં તો હજી દિવસો છે ઘણાં

ભૌતિક નીકટતાં ન રહે આપણી વચ્ચે તેથી શું થયું ??
દિલ આપણાં સૌનાં મિત્રો, નીકટ છે ઘણાં…

ત્રણ વર્ષો સુધી કોલેજને ધુત્કારતાં રહ્યાં, છેલ્લું
સેમ આવ્યું ત્યારે દિવસો જુનાં યાદ આવ્યાં ઘણાં…

Make a Free Website with Yola.