Shayri  in gujarati

(1)

આભાર તારો કે આવી મિત્રતા આપી

આપણા સંબંધમાં કેવી સુંદરતા આપી

દુનિયામાં લોહીના સંબંધ પણ તુટીં જાય છે

પણ મને દોસ્તીમાં પણ કેવી પવિત્રતા આપી...

કોઇ પણ વાત કહી શકીએ છીએ એક-બીજાને

મિત્ર તે દુઃખ દુર કરવાની કેવી સત્ત્તા આપી

નહિ છોડી શકીએ આ મિત્રતાને કોઇ પણ રીતે

આપણા સંબંધમાં પ્રભુંએ પણ કેવી અટ્ટુટતા આપી

હું અપૂર્ણ હતો તમારી મિત્રતા વિના

તમે સાથ આપી કેવી પૂર્ણતા આપી..

 

(2)

સુરજ પણ તારી જેમ જ, ગુસ્સે થાય છે સવારે
ગરમ ઓછો, અને લાલ વધારે.

 

સળગતા હોવાનો કેવો આ અહેસાસ છે?
જલતી આ શમાને અંતરની પ્યાસ છે.

 

કોને કહું હું વાત ગર્ભિત આ અંધકારની?
માનશે કોણ? ચારે તરફ મારો જ ઉજાસ છે.

 

સૂરજ હાથમાં આવ્યો, તો ય પત્થર જેવો લાગ્યો.
પ્રકાશની હર ગલી ગુમનામ થઇ ગઇ .

 

હું આંખમાં અંધાર આંજીને ફરતો રહ્યો
ને રાત બિચારી બદનામ થઇ ગઇ.

 

મંઝીલ બહુ દૂર હતી, એમ તો નહોતું.
આ તો રસ્તા અમને થોડાક છળી ગયા.

 

દુશ્મનો બહુ હતા, એમ તો નહોતું.
આ તો મિત્રો અમને થોડા એવા મળી ગયા.

 

ઊડવાની ચાહમાં બેજાન બની ગયો છું.
પંખી બનવું હતું, ને વિમાન બની ગયો છું.  

 

(3)

જીવન જેવું જીવું છું, એવું કાગળ પર ઉતારું છું;
ઉતારું છું, પછી થોડું ઘણું એને મઠારું છું.
તફાવત એ જ છે, તારા અને મારા વિષે, જાહિદ!
વિચારીને તું જીવે છે, હું જીવીને વિચારું છું.

- અમૃત ‘ઘાયલ’

(4)

ચાલ મળીએ કોઈપણ કારણ વિના,

રાખીએ સંબંધ કંઈ સગપણ વિના.

 

એકબીજાને સમજીએ આપણે,

કોઈપણ સંકોચ કે મુંઝવણ વિના.

 

કોઈને પણ ક્યાં મળી છે મંઝિલો,
કોઈ પણ અવરોધ કે અડચણ વિના.

 

આપ તો સમજીને કંઈ બોલ્યા નહીં,
મેં જ બસ બોલ્યા કર્યું, સમજણ વિના...

 

(5)

મારી કોઈ ડાળખીમાં પાંદડા નથી
મને પાનખરની બીક ના બતાવો !

પંખી સહિત હવા ચાતરીને જાય
એવું અષાઢી દિવસોમાં લાગે,
આંબાનું સાવ ભલે લાકડું કહેવાઉં
પણ મારામાં ઝાડ હજી જાગે .


માળામાં ગોઠવેલી સળી હું નથી
મને વીજળીની બીક ના બતાવો !

એકે ડાળીથી હવે ઝીલ્યો ન જાય
કોઈ રાતી કીડીનોય ભાર !
એક પછી એક ડાળ ખરતી જોઉં ને થાય
પડવાને છે કેટલી વાર ?

હું બરફમાં ગોઠવેલું પાણી નથી
મને સૂરજની બીક ના બતાવો ...

Make a Free Website with Yola.