(1)
આગમન હતું એમનું ક્ષણિક,
પણ બની રહયું જીવનભરનું સ્મરણ
હાસ્ય હતું કે મોતીની લહેર,
એ સમજવાનું રહી ગયું.
મારી જિંદગીનો એ જવાબ હતો,
પણ સવાલ પુંછવાનું રહી ગયું.
કર્યો હતો પ્રેમ એને,
પણ એકરાર કરવાનું રહી ગયું.
મનમાં વિચારી હતી વાતો ઘણી,
પણ કઈંક કહેવાનું રહી ગયું.
દિદાર એમના કરવામાં,
સમય નક્કી કરવાનું રહી ગયું.
જાણ્યું ઘણું, જણાવ્યું ઘણું,
પણ નામ જ જાણવાનું રહી ગયું.
અને કલ્પના એમની કરવામાં,
મારું આ કાવ્ય અધુરું રહી ગયું.....
(2)
જાતની સાથે જ સોબત થઇ ગઇ
એકલા રહેવાની આદત થઇ ગઇ
એક આંસુ કો’કનું લૂછી દીધું
જો ખુદા કેવી ઇબાદત થઈ ગઈ
આયના સામે કશા કારણ વગર
આજ બસ મારે અદાવત થઇ ગઇ
શબ્દ ખુલ્લે આમ વહેંચ્યો છે બધે
કેવડી મોટી સખાવત થઇ ગઇ
એમણે પીડા વિશે પૂછ્યા પછી
કેટલી પીડામાં રાહત થઈ ગઈ
કાલ મન ઉજજડ હતું પણ આજ તો
કૈંક સ્મરણનો વસાહત થઇ ગઇ
(3)
ખોટ તારે ત્યાં ખુદા શી છે ? મને આબાદ કર,
છે ધરા પર ઝાંઝવાં તો આભથી વરસાદ કર.
આટલી મારી મદદ ઓ પ્રેમનો ઉન્માદ કર,
રોજ એના ઘર તરફ જા, રોજ એને સાદ કર.
પ્રેમમાં સાંભરવા જેવું હવે શું છે બીજું ?
એ તને ભૂલી ગયાં છે એટલું બસ યાદ કર.
દુઃખની વચ્ચે જીવવાની એ જ બેત્રણ રીત છે,
સામનો કર કે સબર કર કે પછી ફરિયાદ કર.
જે પ્રયોજન છે સુરાનું એ સુરા જેવું જ છે,
આ બધા કડવા અનુભવનો જ તું આસ્વાદ કર.
હોય સૌ નાદાન ત્યાં કોઇ તો દાનો જોઇએ,
દોસ્ત કર બે-ચાર, દુશ્મન પણ કોઇ એદાદ કર.
જો પછી કે શૂન્ય વિણ બાકી કશું રહેશે નહીં,
ઓ ખુદા તારા જગતમાંથી મને તું બાદ કર.
અંતવેળા છે, ન એની રાહ જો બેફામ તું,
જિન્દીની જેમ તારું મોત ના બરબાદ કર.
(4)
જો તમને ક્યારેક ભુલી જાઉં તો,
સપનામાં આવી યાદ અપાવી જજો,
જો હોય કયારેક ભુલ મારી તો,
પ્રેમથી આવી ને સમજાવી જજો,
જો થઇં જાઉં કયારેક ઉદાસ તો,
યાદો માં આવી ને હસાવી જજો,
જો થાઉં કયારેક નિષ્ફળ તો,
બાજુ માં આવી ટેકો આપી જજો,
જો થઈ જાઉં કયારેક નારાજ તો,
હળવુ સ્મિત આપી ને મનાવી જજો,
પણ, દોસ્ત Amaro,
સાથ કયારેય ના છોડી જજો ..
(5)
મન મુકી તારા પર વરસવાનું મન થાય ..
ભીંજ્વી તને ખુદ ભીંજાવાનુ મન થાય ..
હાથમાં રાખી હાથ નજીક બેસવાનું મન થાય ..
ને તારા જ સ્પર્શ થકી મહેંવાનું મન થાય ..
તારા જ રંગે રંગાવાનું મન થાય ..
ને પછી,તારામાં જ ભળી જવાનું મન થાય ..
ફક્ત તને એક ને જ પામવાનું મન થાય ..
ને માઋ તારે કારણે જ મને જીવવાનું મન થાય .....