(1)
અમે જીત્યા દરેક બાજી અને મશહુર થઈ ગયા
તારા હાસ્ય માં હસ્યા તો આંસુ દુર થઈ ગયા
શું કરિશ્મા છે તમારી આ દોસ્તી નો જુઓ
આજે અમે કાંચ માથી કોહિનૂર થઈ ગયા.
ઍમ સંબંધ ના બંધાય સહવાસ વગર,
ગોપીઓ પણ નહી આવે રાસ વગર,
જગત મા બનવુ છે બધા ને રામ,
પણ વનવાસ વગર ………..!!
મનગમતાં સાથીનો સાથ લઈ આવીશ
મીઠી મધભરી યાદ લઈ આવીશ
તમે એક વાર તરસ્યા તો થાઓ
હું રૂપીયાનું પાણીનું પાઉચ લઈ આવીશ.
(2)
દુખ વિષય પર એક નિબંધ લખવા બેઠો…
બહુ વિચાર્યુ …ના કાં ઇ સુજ્યુ…
હાય ….રે…નિબંધ…અધુરો રહ્યો..
એક મિત્ર ની સાથે મિત્રતા બાંધી….
હાશ….!!! નિબંધ પુર્ણ થયો…..!!!
(3)
એકદમગંભીરએવાહાલપરઆવીગયા.
ડુસકાઓપણબરાબરતાલપરઆવીગયા.
કોઈબીલ્લીજેમઉતરીપાંપણોઆડીછતાં,
આંસુરસ્તાનેવટાવીગાલપરઆવીગયા.
એમણેએવુંકહ્યુંજીવનનહીશતરંજછે,
તોઅમેપાછાઅમારીચાલપરઆવીગયા.
શુંહશે? સાચુંહશે? અફવાહશે? કેશુંહશે?
સર્વરસ્તાએકદમદિવાલપરઆવીગયા.
(4)
એકવેળા આપનેમેં દઈ દીધેલું દિલ, હજુયે યાદ છે
ને પછી ભરતો રહયો’તો હોટેલનાં બિલ, હજુયે યાદ છે
પ્રિયતમ! હા,તારા ચહેરા પર હતા એ ખિલ હજુયે યાદ છે
મારા પૈસે તેં ઘસી બેફામ ક્લેરેસીલ હજુયે યાદ છે
સાયકલ અથડાવીને સોરી કહ્યાની સ્કીલ હજુયે યાદ છે
ને પછીથી સાંપડેલી સેન્ડલોની હીલ હજુયે યાદ છે
માનતો’તો હું કે પૈંડા બે જ છે સંસારરથનાં હું ને તું
ને પાડોશમાં હતા તારાં ઘણાં સ્પેરવ્હીલ હજુયે યાદ છે