(1)
વિદાય લીધી પાનખરે,વસંતની મોસમ આવી ગઈ
ચારે તરફ હતો ઉજાસ પણ,આંખ સામે એ અંધારી રાત આવી ગઈ
જે કહેવી નહોતી એ,વાત હોઠ પર આવી ગઈ
નથી ભુલાયા જે,તેમની અચાનક યાદ આવી ગઈ
ફરી પાછી આંખની સામે,એ અંધારી રાત આવી ગઈ
યાદ આવી ગઈને, આંખોના રણમાં એ વરસાદ લાવી ગઈ
ચાલ જીંદગી થોડુ બેસીએ હવે,મારા કરતા તુ વધારે થાકી ગઈ.
(2)
મારે કશું નથી કેહવું એવું નથી,
કોઇ સાંભળવાની તૈયારી બતાવે તો કહુ.
મારે નથી ચાલવું એવું નથી,
કોઇ સાથ આપે તો મંજીલ સુધી ચાલુ.
મારે આંખો બંધ નથી કરવી,
કોઇ નયન માં નયન પરોવે તો જોઉં.
મારે ચુપ નથી રેહવું,
કોઇ સચું સમજે તો કહું.
વર્ષોથી શાંત પાણી જેવી રાખી છે દિલ માં લાગણી,
કોઇ એને ખળભળાવે તો કહું.
પ્રેમ માટે હું કરી દઉં જાન કુરબાન,
પણ મારી જાન ની એહમિયત કોઇ સમજે તો.............
(3)
કોઈની સાથે દોસ્તી કરો તો,
નિભાવવાની તાકાત રાખો;
કોઈની સાથે દુશ્મની કરો તો,
લડવાની તાકાત રાખો;
કોઈની સાથે શરત લગાવો તો,
જીતવાની તાકાત રાખો;
કોઈની મજાક ઉડાવો તો,
સહન કરવાની તાકાત રાખો;
કોઈનુ અપમાન કરો તો,
માફિ માંગવાની તાકાત રાખો;
કોઈની સાથે પ્રેમ કરો તો,
સામાજિક બંધનો તોડવાની તાકાત રાખો.