(1)

જે અક્ષરો કાગળ ઉપર આંક્યા હતા
એ લાગણીને ટાંકણે ટાંક્યા હતા
તેં કફન ખોલી કદી જોયું નહીં
મેં શ્વાસ થોડા સાચવી રાખ્યા હતા

 

(2)

અમૃતથી હોઠ સહુના એંઠા કરી શકું છું
મૃત્યુના હાથ પળમાં હેઠા કરી શકું છું
આ મારી શાયરી એ સંજીવની છે ઘાયલ
શાયર છું પાળિયાને બેઠા કરી શકું છું
- અમૃત ઘાયલ

 

(3)

તાંદુલી તત્વ હેમથી ભારે જ થાય છે,
કિન્તુ મળે જો લાગણી ત્યારે જ થાય છે.
જ્યાં ત્યાં કદીય હાથ ના લંબાવ; ઓ હ્રદય!
મૈત્રીનું મૂલ્ય કૃષ્ણને દ્વારે જ થાય છે.

 

(4)

હોઠોની વાતો આ આંસુ કહે છે,
જે ચુપ રહે છે પણ ઘણા વહે છે,
અને આ આંસુઓ ની તકદીર તો જુઓ,
એના માટે વહે છે જે આ આંખોમાં રહે છે,
જે નઝરો થી ઓજલ થાય છે,
એ તારા હંમેશા તુટતા રહે છે,
લોકો દર્દને કહી નથી સકતા,
બસ ચુપચાપ તુટતા જ રહે છે ........

 

(5)

હું પવનની લહેર ..!
તુ સુમનની મહેંક ..!
જો કેવા ફેલાયા ઠેરઠેર ..!
આપણે બેઉં જુદા જુદા
તોયે એકના એક …….!

 

(6)

ફુલ કેરા સ્પર્શ થી પન દિલ ગભરાય છે,
ને રુઝાયેલા ઝખ્મો યાદ આવી જાય છે,

કેટલો નજીક છે આ દૂર નો સંબધ,
હુ હસુ છું એક્લો ને ત્યાં કોઇ સરમાય છે .

Make a Free Website with Yola.